STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તું રાજા હું રાણી

તું રાજા હું રાણી

1 min
338

તારા નાનકડા રાજ્યની હું છું રાણી,

તારું નાનું ઘર મારા માટે છે રાજમહેલ,


તારા અખૂટ પ્રેમનો મારા માથે છે તાજ,

હું કરું છું તારા હૈયાના સિંહાસન પર રાજ,


મને ક્યાં જોઈએ છે કોઈ તખ્તો તાજ,

હું જીવું તારા ખાતીર, તું જીવે મારે કાજ,


મારું નાનકડું કુટુંબ એ જ સાચું છે મારું રાજ,

જના થકી ખૂબ સુખી અને સંતુષ્ટ છું આજ,


તારા નાનકડા ઘરની હું છું રાણી,

તારા પ્રેમને જ મારી જિંદગી મે જાણી,


જીવન બન્યું જાણે મારું ઉજાણી,

સુખ અને ખુશીને તું લાવે છે તાણી,


ખૂબસૂરત અને ખૂબ સુખી આપનો સંસાર,

જાણે જીવન તારા થકી મીઠો કંસાર,


તારાં થકી સુખ મળ્યું અપાર,

તું જ મારા જીવનનો આધાર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance