STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

પ્રેમનો સુંદર કિસ્સો થઈ ગઈ

પ્રેમનો સુંદર કિસ્સો થઈ ગઈ

1 min
401

તું મારા વિશાળ હદયનો એક હિસ્સો થઈ ગયો,

લૈલા મજનુ જેવો આપણો કિસ્સો મશહૂર થઈ ગયો,


પ્રેમ મળ્યો તારો ને, હું ખુશ નસીબ થઈ ગઈ,

ખુશ્બુ હતી હું ,વાયરો બની આવ્યો તું,

તારા સંગે મહેક બની ચારેકોર મશહૂર થઈ ગઈ,


તારા સંગે શૂન્યમાંથી સેંકડો થઈ ગઈ,

પાંખ વગર નું પંખી હતી હું, તારા સંગે આભે ઉડતી થઈ,


તારી કહાની તારો હિસ્સો થઈ ગઈ,

જો ને તારા સંગે પ્રેમનો સુંદર કિસ્સો થઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance