STORYMIRROR

Bhakti Khatri

Romance

4  

Bhakti Khatri

Romance

વ્હાલમ

વ્હાલમ

1 min
250

વ્હાલમનો હોય જ્યારે સાથ,

શાને કરું બીજાના સાથની આશ.


ઈચ્છે એ થાય મારા બધા સ્વપ્ન પૂરા,

શાને ના કરું કોશિશ કરવા હું એ પૂરા.


ઈચ્છા હોય વ્હાલમની ના બદલું હું સ્વયંને,

શાને કોઈ અન્યનું સાંભળી દુઃખી કરું હું સ્વયંને.


વ્હાલમ આપે આઝાદી એમાં જીવવું મારે,

શાને કોઈ અન્ય માટે બંધનમાં રહી વર્તવું મારે.


વ્હાલમને ના હોય કોઈ પ્રશ્ન મારાથી,

શાને બીજાના પ્રશ્નના જવાબ દેવા મારે.


વ્હાલમથી છે હવે પછીની દુનિયા મારી,

એ ન જીવનમાં ક્યારેય હવે પછી ભૂલવું મારે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance