STORYMIRROR

નાસિર મોમીન 'પ્રેમનિર્ઝર'

Children

4  

નાસિર મોમીન 'પ્રેમનિર્ઝર'

Children

શાંતિચોકની ટોળી

શાંતિચોકની ટોળી

1 min
223

કેવી અનોખી અમારી શાંતિચોકની ટોળી,

રમતી વેળા માથે લેતી આખી આમારી શેરી.


આખો દિવસ ધીંગામસ્તી, કરતી દોડાદોડી,

એક દિવસ આંબલી પાડે, બીજે દિવસ કેરી.


જીગલો, ટીનિયો, મણિયો, પ્રીતિયો ને છગનિયો,

એવી આખી તોફાની ટોળી એનો આગેવાન ટપુડો.


પશા પટેલની વાડીમાંથી તોડી જાય ચીકુ,

આંબે બેઠી કોયલ ચોકી કરતી, કરે કુઉં...કુઉં...

 

કોયલનું ગાણું સાંભળી દોડતા આવે પશાભાઈ,

હાથમાં લાઠી લઈને બૂમો પાડે 'ઊભાં રહો ભાઈ...'


આવા તોફાની ભલા ટેણિયા સરખા-સરખા,

તેમને મેદાનમાં જઈને ક્રિકેટ રમવાના અભરખા.


રોજે-રોજ જીતીને આવે આજે તો ભાઈ હારી,

ગુસ્સામાં સિક્સ ફટકારીને તોડી માસ્તરની બારી.


રોજ રાતે મગનિયાના ઘરે રમવા જાય પત્તા,

પાછા વળતી વેળા રસ્તામાં કરે ઊંધા-ચત્તા.


આખી ટોળી શેરીના કૂતરાને રોજ રંજાડે,

પાછી ડાહી થઈને બિલાડીને દૂધ પીવડાવે.


પરીક્ષામાં ઓછા ગુણ લઈને આવે,

પછી મમ્મી-પપ્પાને વાતો મોટી બનાવે.


ગમે તેવી તોફાની તો પણ ખૂબ ભલી,

શેરીમાં ગમે તેનું કામ કરવા માટે ઘેલી.


કેવી અનોખી અમારી શાંતિચોકની ટોળી,

રમતી વેળા માથે લેતી આખી અમારી શેરી.   


Rate this content
Log in

Similar gujarati poem from Children