તું ને હું
તું ને હું
તું ને હું છીએ એકબીજાના પૂરક,
નથી હવે આપણા બન્નેનું કંઈ અલગ.
તું ને હું છીએ એકબીજા માટે કાફી,
ના જોઈએ જીવનમાં બીજા કોઈ સાથી.
તું ને હું છીએ એકબીજાને સમજનાર,
નથી જરૂર હોય કોઈ આપણને સમજાવનાર.
તું ને હું છીએ એક એકબીજાની દુનિયા,
નથી જરૂરી જોવાની કે જાણવાની અન્ય દુનિયા.

