STORYMIRROR

KANAKSINH THAKOR

Children

4  

KANAKSINH THAKOR

Children

મોતનું ઓઢયું કફન

મોતનું ઓઢયું કફન

1 min
221

માથે મોતનું ઓઢયુંં એણે કફન 

મા હિન્દની આઝાદી કાજે પોતાના તનનું કર્યું દહન 

માથે મોતનું ઓઢયું એણે કફન,


અંગ્રેજોને ધોળા દિવસે જ શહીદે બતાવ્યાં તારા

હૈયામાં હંમેશા ગુંજતા હિન્દની આઝાદીનાં નારા

બાળપણથી મા કાજે પોતાની ઈચ્છાઓ કરી દફન 

મોતનું માથે ઓઢયું એણે કફન,


શહીદનું નામ પડતાં અંગ્રેજો બધાં કાંપતા થર થર 

પોતાના લોહીડા રેડી તિરંગાને ફરકાવ્યો ફર ફર

ભારતમાતાનું હતું, છે ને રહેશે ભગત સાચું રતન

મોતનું માથે ઓઢયું એણે કફન,


હસતાં હસતાં મા ભારતી કાજે ખુદ લગાવી ફાંસી 

કનક કહે આવાં વીરોની કદી ના ઉડાવતાં હાંસી

આવાં વીર શહીદોને આજે પણ યાદ કરે છે વતન 

મોતનું માથે ઓઢયું એણે કફન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children