STORYMIRROR

jignasa joshi

Fantasy Others Children

4  

jignasa joshi

Fantasy Others Children

પ્રકૃતિનું અલગ સ્વરૂપ

પ્રકૃતિનું અલગ સ્વરૂપ

1 min
247

વિચાર કરો આ દુનિયામાં એવું તો કંઈ હોતું હશે !

ફૂલોમાં ન હોય સુગંધ, ભમરામાં ન ગુંજન.

પતંગિયા જો રંગીન ન હોત, વિચારો પ્રકૃતિ કેવી હોત !


પ્રાણીને બે પાંખ હોય, પક્ષી ને એક પૂંછ.

માનવને હોય ચાર પગ, વિચારો પ્રકૃતિ કેવી હોત !


ચાંદો ઊગે જમીનમાં, વૃક્ષો આકાશ મહીં.

દિવસે ઊગે આકાશે તારા, વિચારો પ્રકૃતિ કેવી હોત !


સમુદ્ર હોય જો સ્થિર શાંત, નદીઓ હોય વમળ મહીં.

ઝરણા ચડે ડુંગર ઉપર, વિચારો પ્રકૃતિ કેવી હોત !


સિંહ ખાય ઘાસ ને બકરી માંસ ખાય.

માછલી દોડે વાડામાં, વિચારો પ્રકૃતિ કેવી હોત !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy