STORYMIRROR

jignasa joshi

Tragedy Others

4  

jignasa joshi

Tragedy Others

એક અરજ પ્રભુને

એક અરજ પ્રભુને

1 min
266

સાંભળી અરજ મારી, તું આવ એકવાર,

દુનિયાની શું હાલત છે, નજરે તું નિહાળ,


અમીર બને છે અમીર ને, ગરીબ બુરેહાલ,

પડે પરસેવો ગરીબનો ને, અમીર ખુશીએ ન્હાય,


વ્યાભિચાર ને નશાખોરીનો, વધ્યો છે વિસ્તાર,

ખીલતું ફૂલ કરમાઈ પેટમાં, સુની કોખ મા ની થાય,


વહુ દીકરીનાં હાલ છે ભૂંડા, વધ્યો બળાત્કાર,

અપનાવ તારી નીતિ, ચમત્કાર વિના નહીં નમસ્કાર,


પાપનાં પોટલાં ભરતો માનવ, સુખમાં છે છલકે,

સત્ય માર્ગે ચાલતાં માનવની, આંખો છે છલકે,


હશે ભૂલ માનવની પણ, તું તો છો દાતાર,

દરિયા જેવું દિલ છે તારું, તું છો તારણહાર,


એકવાર હિસાબ કરીને, સરવૈયું મિલાવ,

જમા ઉધાર બાજુનો, કરી દે સરખો હિસાબ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy