STORYMIRROR

jignasa joshi

Others

3  

jignasa joshi

Others

થોડું જીવી લઉં

થોડું જીવી લઉં

1 min
133

ઈચ્છા મનમાં ઘણી છે લાવને થોડું જીવી લઉં,

શ્વાસને મારા ટકાવીને થોડું હજુ જીવી લઉં,


મળેલી ખુશીનો હિસાબ કરી લાવ થોડું હસી લઉં,

કરી બાદબાકી દુઃખોની મોજ બધી હું કરી લઉં,


કરેલી ભૂલો સુધારીને એને હું મઠારી લંઉ,

હસ્તરેખાઓ મારી બધી આડીઅવળી ગોઠવી દઉં,


ભગવાન પણ ગોટાળે ચડે વિચારતો એને કરી દઉં,

મળી જિંદગી ધરતી પર તો થોડી તેને શણગારી લંઉ,


ધાર્યું મનનું કરી શકીએ દુનિયાને સમજાવી દઉં,

મર્યા પછી પણ યાદ કરે તસવીર એવી બનાવી દઉં.


Rate this content
Log in