ગઈ સવારી
ગઈ સવારી
ગઈ સવારી બડી'ઝ પિઝામાં, ચટાકા કરવા કાજ,
જોઈ સ્ટાર્ટસ અવનવું, જીભ લપલપાણી આજ,
ટેબલ ખુરશીમાં જઈને બેઠાં, જોઈ હોટલની શાન,
વેઈટર આવ્યો પૂછવા કાજે, શું લેશો જી આપ,
બે જાતનાં સુપ આવ્યાં, ટોમેટો મનચાંઉ,
સ્ટાર્ટસમાં પછી આવ્યું, પાસ્તા ને ભાજીપાંઉ,
ગળ્યા તીખા ગ્રેવીવાળા, વિવિધ પાસ્તા નૂડલ્સ,
સાથે મસાલા સીંગ મકાઈ ને મંચુરિયન ક્રંચ,
હસતું હસતું તરબૂચ બોલ્યું, આવો અહીં ભાઈ,
ફ્રેન્ચ ફ્રાઈઝ ને સલાડની પણ,વાત નિરાળી કાંઈ,
જોઈ જોઈને થાક્યા પણ, ખાતા ન ધરાણા,
વેઇટર આવ્યો ફરી પૂછવા,હવે પીઝા ખાશો આપ,
હા બોલતા ગાર્લિક બ્રેડ આવી,
જાત એની બે ચાર,
ચીઝ ભારોભાર જોઈને, ખુશ થયા અમે યાર,
માર્ગરેટા ને સેન્ડવીચ પીઝા, આવ્યા વારંવાર,
થીનક્રસ્ટની લીજ્જત તો હતી ચટાકેદાર,
ડબલ લેયર ને પફ પીઝા પણ, હતાં બે ચાર,
સાથે પેપ્સી ને સેવન અપની, મજા અપરંપાર,
છેલ્લે આવ્યો બ્રાઉની આઈસ્ક્રીમ, ઠંડક થઈ હવે યાર,
ખુબ મજા આવી જ્યારે, આવ્યું બિસ્કીટ હાથ,
હાથમાં લેતા લાગે ઠંડુ, મોઢે ધુમાડા થાય,
હસી ખુશીથી મોજ કરીને, ખુશ થયા આજ,
ફરી સવારી ઘરે પાછી, લિજ્જત લઈને આજ,
ખાધું પીધું રાજ કર્યું, વહેલી પડી સવાર,
બપોર થાતા રડ્યું પેટ, આજે કરજો માફ,
દયા ખાઈને આજે દીધાં, ખીચડી કઢી રાજ.