STORYMIRROR

jignasa joshi

Others

3  

jignasa joshi

Others

હેપ્પી ફાધર્સ ડે

હેપ્પી ફાધર્સ ડે

1 min
128

દિવસ છે જે આજ ત્યારે, પિતા આવે વધુ યાદ,

ભૂલાય નહીં ક્યારેય એ, નથી કોઈ એની ફરિયાદ,


નાનપણથી મોટાં કર્યા, પુરા કર્યા બધાં અરમાન,

દુઃખ વેઠી પોતે બધાંને, સપનાં કર્યા બધાં સાકાર,


પા પા પગલી ભરતાં ભરતાં, ચાલતાં શીખવાડે બાપ,

દુનિયા દેખાડવા મહેનત કરે, ન જુએ છાંયો, તાપ,


ફાટેલી બંડી તૂટેલા ચશ્મા, જૂનાં ચપ્પલ, કપડાં સામાન,

તોય કહે હજુ ચાલશે, એ જ પિતાની શાન,


ખભે ઉંચકી દુનિયા દેખાડી, ન જતાવે કદી ઉપકાર,

ફરજ નિભાવી પોતાની, ન રાખે પોતાની દરકાર,


ઘર ઘર રમતાં મહેમાન બનતાં, બાળપણની આવી યાદ,

મહેમાન બની પિયર જતાં, થાય દુઃખ મનમાં અપાર,


ઉપકાર માનીએ પ્રભુનો, દીધો માનવનો અવતાર,

રાખી હસતાં ઋણ ચૂકવીએ, દિલથી માની આભાર.


Rate this content
Log in