ભગવાનને એક અરજ
ભગવાનને એક અરજ
1 min
384
હોય તારી હયાતી તો, આવ ધરતી પર,
ન કર કસોટી હવે તું, થોડી દયા તો કર,
દરવાજા તારાં બંધ કરીને, બેઠો છે તું ક્યાં,
શોધી શોધીને થાક્યા અમે, મળીશ અહીં કે ત્યાં,
હર એક મંદિર ભમિયા અને કરી પ્રદક્ષિણા,
તોય સાંભળતો નથી, શું જોવે દક્ષિણા ?
થાક્યા પણ ખૂબ છીએ ને ધીરજ પણ છે ખૂટી,
તારા વગર અમારી હવે, કિસ્મત લાગે ફૂટી,
કર રહેમ અમારા પર ને ઉગાર અમને તું,
સારથી બની આવ ને, લંગાર નાવ તું,
નથી સહારો તારા સિવાય, વિચાર કરે છે શું ?
તું જ સર્જે તુજ મારે અને તારે પણ છે તું.