STORYMIRROR

jignasa joshi

Others

4  

jignasa joshi

Others

આફ્રિકન ચાઇના ટેમ્પલ

આફ્રિકન ચાઇના ટેમ્પલ

1 min
214

લાફિંગ બુદ્ધા ટેમ્પલની, આજે કરી મુલાકાત,

જોઈ એનો નઝારો, શું કરું એની વાત ! 


પ્રવેશ દ્વાર પર પહોંચતા જ, મનમાં થયો નવો આભાસ,

કલા કારીગરી ને રંગરોગાનમાં, એક હતો નવો ઉજાસ.


બુદ્ધાને હસતાં જોઈને, મન થયું ખુશ ખુશાલ,

સાથે અનેક મૂર્તિઓ પણ, હતી લાજવાબ. 


શાળા અને બગીચાની પણ, હતી નિરાલી વાત,

કૂમ્ફું કરતાં બાળકોની, વિરતા લાજવાબ.


દાદ માંગે સર્જનકર્તા, જેણે કરી કારીગરી ખાસ,

પ્રાણ પુર્યા મૂર્તિમાં, થાય જીવંતતાનો ભાસ.


ભાષા નહોતી સમજાતી, એનું દુઃખ થયું છે આજ,

"શુક"ની કલમ ટુંકી પડી, મહાનતા દેખાડવાને કાજ.


Rate this content
Log in