પાનેતર
પાનેતર
બાપની છે આ વેદના, હૈયેથી રડી આવ્યો છું,
દીકરી તારુ પાનેતર આજે, કઠણ હૈયે લાવ્યો છું,
સપનાં તારાં પૂરાં કરવાં, ખુશીઓ અનેક લાવ્યો છું,
બંગડી બુટ્ટી પાયલ મહેંદી, તને સજાવવા લાવ્યો છું,
સેંથો પૂરાવવા તારો આજે, કંકુ ઘોળી લાવ્યો છું,
વિધાતાનાં લખ્યાં લેખ, સુખ શોધી લાવ્યો છું,
નસીબ તારાં જ્યાં હતા તે, સરનામું શોધી લાવ્યો છું,
સુખ મળશે સંસારનું, વચન લઈને આવ્યો છું,
મકાનને ઘર બનાવજે, શિખામણ એવી લાવ્યો છું,
રડીશ નહી દીકરી તું, ખુશીનો અવસર લાવ્યો છું,
આંગણું મારું સૂનું બનશે, દુઃખી બની હું આવ્યો છું,
છેલ્લીવાર રમાડું દીકરી, ઢીંગલા ઢીંગલી લાવ્યો છું,
સુખી થાજે દીકરી મારી, આશિષ લઈને આવ્યો છું.
