રાખું છું
રાખું છું
1 min
446
રાખી અંતરમાં પ્રકાશને જાતને જલાવી રાખું છું,
લેણદેણનાં હિસાબો સઘળા સરભર રાખું છું,
ખુશીઓ વહેંચી જીવનમાં વસંતબહાર રાખું છું,
નથી આશ કોઈની મને મન મસ્ત મજાનું રાખું છું,
લક્ષ્ય પૂરું કરવા મારુ હામ જીગરમાં રાખું છું,
આવે અડચણો ગમે તેટલી મન મક્કમ રાખું છું,
નથી ડરતી કોઈથી હું ડરને બાજુ પર રાખું છું,
આવે ભલે મોત હોંશથી લલકારવાની હિંમત રાખું છું,
છે બસ એક જ ઈચ્છા જે દિલમાં હું રાખું છું,
પ્રભુને પામવાની આશ મનમાં સતત હું રાખું છું.
