બાળક
બાળક
મા મારે ફરી બાળક બની જવું,
છોને પેલે પારણીએ જુલાવતી મા
જોય તને સ્મિત વહોરાવતો હું મા
મા મારે ફરી બાળક બની જવું,
છબછબિયાં કરતો હું સ્નાનમાં
જોઇ ભીજાતી તું પણ એ માનમાં
મા મારે ફરી બાળક બની જવું,
એકડા-બગડા ના આ ભણતરમાં
ભુલી ગયો હું ખેલ બાળપણના
મા મારે ફરી બાળક બની જવું,
લુકા-છુપી જીવન ની આ રમતમાં
આવ્યો હું તારા જગતમાં
મા મારે ફરી બાળક બની જવું,
ઈશ્વર મળે જો આ જીવનમાં
બસ માગુ આજ આસ તારામાં
