ઝાડવાં
ઝાડવાં
પારેવાં ને કાજે આજ ઊભા છે ઝાડવાં,
ખાવાને ફળ-ફળાદી; ઝૂલવા ને ડાળીઓ,
નીચાં નમીને કેવા ઊભા છે ઝાડવાં,
પંખીનો બને માળો, પંથીનો વિસામો,
સઘળું ફેલાવી ઊભા છે ઝાડવાં,
પારેવાં ને કાજે આજ ઊભા છે ઝાડવાં,
સહે રોજ તડકો ને ઠંડા આ વાયરા,
હસતાં અડીખમ ઊભા છે ઝાડવાં,
પારેવાં ને કાજે આજ ઊભા છે ઝાડવાં.
