ધમાલ ઉત્તરાયણ
ધમાલ ઉત્તરાયણ
સંજુ છાનોમાનો ચડી ગયો અગાસી,
ધીમેથી મેડીની સઘડી બારી વાખી,
એક ખિસ્સે તલનાં લાડું,
બીજા ખિસ્સે મૂઠ્ઠી ચણા,
ઉતાવળે તો પતંગ લીધાં,
ભાઈ આવી જા તું મણા,
ગયા વર્ષની લીધી પતંગો વાસી,
સંજુ છાનોમાનો ચડી ગયો અગાસી,
અટ્ટો પટ્ટો ને ચગે છે બલવો,
સાથે દોરી ભરેલ છે ફિરકી,
મીઠો લાગે ઉત્તરાયણનો તડકો,
માલપુઆ-ઉધીયાં સાથે ખાધી ચિક્કી,
કાપી અને કપાવી દરેક ચહેરે ખુશી,
સંજુ છાનોમાનો ચડી ગયો અગાસી.
