STORYMIRROR

Biren Patel

Children

4  

Biren Patel

Children

મોજા

મોજા

1 min
359

દરિયા તારા મોજા સાથે મારે તો કિટ્ટા,

રિસાઈ ગયા અમે તારાથી હવે તો છૂટ્ટા,


 મેં વીણેલાં શંખલા રોજ તું લૂંટે,

મને ભીંજવવા દોટ વારંવાર મૂકે,


તું લાગે ડાહ્યો પણ તારા મોજા માંરે ધક્કા,

દરિયા તારા મોજા સાથે મારે તો કિટ્ટા,


અમે બેઠા કાંઠે તારા તને પામવા,

આવી પહોંચે મોજા મને માપવા,


મારા બાંધેલા ઘરનાં કાઢી નાંખે ભૂક્કા.

દરિયા તારા મોજા સાથે મારે તો કિટ્ટા.


Rate this content
Log in

Similar gujarati poem from Children