STORYMIRROR

Jagruti Pandya

Children

4  

Jagruti Pandya

Children

દાદાનો દીકરો

દાદાનો દીકરો

1 min
351

દાદાનો હું ડાહ્યો દીકરો, સવારે વહેલો ઊઠું છું,

ઊઠું ત્યારે પૂજા ઘરમાં, દાદા ને હું જોવું છું,

'હર હર મહાદેવ' બોલે  દાદા, પાછળ હું દોહરાવું છું.


મમ્મીને કહું, ઝટ તૈયાર કર - દાદા ને કહું હું આવું છું.

પીતાંબર ઓઢી, ધોતી પહેરી દાદા પાસે આવું છું.


તિલક - માળા ધારણ કરી, પૂજા વિધિ જોવું છું.

માળા કરતાં દાદા જ્યારે, ધ્યાન પ્રભુનું હું ધરું છું.


પાછળ દોડી દાદાની હું, જળનો લોટો ભરું છું,

ઓમ ભૂર્ભુવ: સ્વ: બોલી સૂરજ દાદાને પાણી આપુ છું.


તુલસીને આપીને પાણી, પૂજા તેની કરું છું.

સારી વિદ્યા આપો, ખૂબ મોટો કરો, તેવી પ્રાર્થના કરું છું.

દાદાનો હું ડાહ્યો દી'કો , સૌનો વહાલો લાગું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children