પહેલી નજરનો બાળપ્રેમ
પહેલી નજરનો બાળપ્રેમ
તને જોતાં જ પ્રેમ થઈ ગયો,
પહેલી નજરનો પ્રેમ થઈ ગયો !
કેટલી સુંદર કૃતિ છે કુદરતની,
જોતાં તને અહેસાસ થઈ ગયો !
શિવનો જ અંશ તું ‘શિવાય’,
મહાદેવના આશિષ પામી ગયો !
જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ,
આજનો દિવસ ફતેહ થઈ ગયો !
સૂટ બૂટમાં સજ્જ; ઘાટીલો કામણગારો તું,
પહેલી નજરમાં હૃદયમાં કંડારાઈ ગયો !
પહેલી નજરનો પ્રેમ થઈ ગયો !
