STORYMIRROR

Jagruti Pandya

Children

3  

Jagruti Pandya

Children

મારો ભૂરો પતંગ

મારો ભૂરો પતંગ

1 min
331

લીલો ઊડે ને બીજો પીળો ઊડે,

મારો ભૂરો પતંગ ઊંચે આભમાં ઊડે,

આભમાં ઊડે ને પછી નૃત્ય કરે,

મારો ભૂરો પતંગ દૂર ગગને ફરે,


તલ સિંગ લાડુને મમરાના લાડુ,

બોર ને શેરડી સાથે જામફળના લાડુ 

ઉપર અગાસીએ બેસી હું ખાવાનું માંગુ,

હાથમાં છે બોર ને બીજા હાથે છે દોર,

ઊંચે આકાશે જાય પતંગ સાથે દોર,


મમ્મી ને બહેન મારી ફિરકી પકડે,

પપ્પાની આભમાં દૂર પતંગ ઊડે,

મારી પતંગ નાની પૂંછડીવાળી ઊડે,

થાકું હું, બહેન મારી પકડે પતંગ,

દૂર ઊંચે આભમાં મારી ભૂરી પતંગ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children