સફળતાની ડગર
સફળતાની ડગર
1 min
369
સફળતા ના મળે તો પણ ચાલતો રહેજે,
આવે ભલેને આંધી તો પણ ટકરતો રહેજે.
હોય ભલે ને અગાધ ઊંડો સાગર,
ડૂબકી મારી તેમાંથી મોતી વીણતો રહેજે.
હાકમારી લલકારે કોઇ મર્દાનગીને તો
ઈંટનો જવાબ પથ્થરથી આપતો રહેજે
અચાનક આવી પડે જો રસ્તામાં કાળમિંઢ વાદળ,
તોપણ વિશ્વાસ રાખી એમાંય રવિને શોધ તો રહેજે.
આજ નહિ તો કાલ, મળશે સફળતા તને,
પડી ચડીને પણ તું અથાગ પરિશ્રમ કરતો રહેજે.
કપરા કાળ ભલેને આવે જીવનમાં તારા ,
એનેય હંફાવી નિજ ડગર પર ચાલતો રહેજે.
