Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Inspirational Others Children

4  

Vanaliya Chetankumar

Inspirational Others Children

નૃત્યોનો આ દેશ છે

નૃત્યોનો આ દેશ છે

1 min
413


નૃત્યોનો આ દેશ છે મારો નૃત્યોનો આ દેશ 

વિવિધતા સાથે એકતા રજૂ કરતો નૃત્યોનો આ દેશ,


ભરતનાટ્યમ જોવું હોય તો ચાલો તમિલનાડુ જઈએ

જુદી જુદી મુદ્રાઓ રજૂ કરતો નૃત્યોનો આ દેશ,


કથક નૃત્ય જોવું હોય તો ચાલો ઉત્તર પ્રદેશ જઈએ

કથક કરે સો કથક કહાવે રજૂ કરતો નૃત્યોનો આ દેશ,


કથકલી નૃત્ય જોવું હોય તો ચાલો કેરળ જઈએ

અલગ અલગ વેશ રજૂ કરતો નૃત્યોનો આ દેશ,


કુચિપૂડી નૃત્ય જોવું હોય તો ચાલો આંધ્રપ્રદેશ જઈએ

સૌદર્યનાં ભાવ રજૂ કરતો નૃત્યોનો આ દેશ,


મણિપુરી નૃત્ય જોવું હોય તો ચાલો મણિપુર જઈએ

રંગબેરંગી પહેરવેશ રજૂ કરતો નૃત્યોનો આ દેશ,


ગરબાની આ રમઝટ જોવી હોય તો ચાલો ગુજરાત જઈએ

ગીતોમાં ગૌરવ રજૂ કરતો નૃત્યોનો આ દેશ.


Rate this content
Log in