Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Children

4.8  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Children

પા પ્પા પા...પ્પા પગલી

પા પ્પા પા...પ્પા પગલી

1 min
455


પા,પ્પા,પા, પ્પા પગલી,

મે આજે પહેરી ડગલી,

ડગલી પહેરી ભણવા જાઉં,

એકડ એકો ગણવા જાઉં,


પા,પ્પા,પા, પ્પા પગલી,

મેં ધૂળ ની કીધી ઢગલી,

ઢગલી કરીને રમતો જાઉં,

મમ્મીને બહુ ગમતો જાઉં,


પા,પ્પા,પા, પ્પા પગલી,

મેં આજે જોઈ એક ચકલી,

ચકલી બેન ને જોતો જાઉં,

હું પણ ચીં ચીં ગાતો જાઉં,


પા,પ્પા,પા, પ્પા પગલી,

ત્યાં નદી કિનારે એક મઢુલી,

મઢુલી પાળે બેસતો જાઉં,

પગલાં મારાં ઝબોળતો જાઉં,


પા,પ્પા,પા, પ્પા પગલી,

મે જોઈ રસ્તા વચ્ચે દડુલી,

ગેડી થી ગબડાવતો જાઉં,

દડૂલીને સરકાવતો જાઉં,


પા,પ્પા,પા, પ્પા પગલી,

મારી ગાયની રેલ્લી એ ઘેલી,

મારી ઘેલીને પંપાળતો જાઉં,

એને કંકુ ચાંદલો કરતો જાઉં,


પા,પ્પા,પા, પ્પા પગલી,

વ્હાલી ખેતર કેરી વાટલડી,

ખેતર શેઢે ફરતો જાઉં,

કોયલ ટહુકે રમતો જાઉં,


પા,પ્પા,પા, પ્પા પગલી,

સૌથી વહાલી મારી માતલડી,

પાછળ પાછળ ફરતો જાઉં,

ને, પાલવ ઓઢી પોઢી જાઉં,


પા,પ્પા,પા, પ્પા પગલી,

ત્યાં વડના ઓટલે માટલડી,

ઠંડુ પાણી હું પીતો જાઉં,

વળી, વડ ના ટેટા ખાતો જાઉં,


પા,પ્પા,પા, પ્પા પગલી,

મંદિર માંહે એક ઘંટલડી,

આરતી ટાણે પહોંચી જાઉં,

કૂદકે ઘંટ વગાડતો જાઉં,


પા,પ્પા,પા, પ્પા પગલી,

પેલા મોરની સાથે ઢેલડી,

મોરના પીંછા ગણતો જાઉં,

સાથે ઢેલને વાતો કરતો જાઉં,


પા,પ્પા,પા, પ્પા પગલી,

જોઈ તળાવ કાંઠે બગલી,

આંખો મીંચી ઊંઘી જાઉં,

અડધી આંખે જોતો જાઉં,


પા,પ્પા,પા, પ્પા પગલી,

મારા આંગણે નાની ખાટલી,

રાતે તેમાં ઊંઘતો જાઉં,

આભના તારા ગણતો જાઉં,


Rate this content
Log in