મારે કોરોનાથી બચવું છે રે લોલ.
મારે કોરોનાથી બચવું છે રે લોલ.
હું નિયમિત માસ્ક પહેરીશ,
મારે કોરોનાથી બચવું છે રે લોલ,
હું વારંવાર હાથ ધોઈશ,
મારે કોરોનાથી બચવું છે રે લોલ,
હું ભીડવાળી જગ્યાએ જવાનું ટાળીશ,
મારે કોરોનાથી બચવું છે રે લોલ,
હું નમસ્તેથી અભિવાદન કરીશ,
મારે કોરોનાથી બચવું છે રે લોલ,
હું સામાજિક અંતર જાળવીશ,
મારે કોરોનાથી બચવું છે રે લોલ,
હું જરૂરી સાવચેતી રાખીશ,
મારે કોરોનાથી બચવું છે રે લોલ,
હું પૌષ્ટિક ખોરાક ખાઈશ,
મારે કોરોનાથી બચવું છે રે લોલ,
હું ગરમ પાણીના કોગળા કરીશ,
મારે કોરોનાથી બચવું છે રે લોલ,
હું નિયમિત યોગ ને પ્રાર્થના કરીશ,
મારે કોરોનાથી બચવું છે રે લોલ,
હું ઘરગથ્થુ ઉપચાર કરીશ,
મારે કોરોનાથી બચવું છે રે લોલ,
હું ઘરમાં સ્વચ્છતા રાખીશ,
મારે કોરોનાથી બચવું છે રે લોલ,
હું વેક્સિનના બે ડોઝ મૂકાવીશ,
મારે કોરોનાથી બચવું છે રે લોલ,
હું અફવાઓથી દૂર રહીશ,
મારે કોરોનાથી બચવું છે રે લોલ,
હું જાગૃત રહીશ ને લોકોને જાગૃત કરીશ,
મારે કોરોનાથી બચવું છે રે લોલ,
