કરામત ભગવાનની
કરામત ભગવાનની
જ્યાં ભક્તિ ત્યાં શક્તિ
જ્યાં દિલચસ્પી ત્યાં જ્ઞાન વધે
જ્યાં ઉર્જા ત્યાં મહેનત
ત્યાં કરામાત ભગવાનની
જ્યાં સત્ય ત્યાં વિજય,
જ્યાં અભિલાષા ત્યાં આસ
ત્યાં કરામત ભગવાનની
જ્યાં આત્મવિશ્વાસ ત્યાં હકારાત્મકતા,
જ્યાં લાગણી ત્યાં પ્રેમ
જ્યાં સદ્વ્યહાર ત્યાં ભલમનસાઈ
જ્યાં ખૂબી ત્યાં આવડત
ત્યાં કરામત ભગવાનની
