કુદરતની કરામત
કુદરતની કરામત
પ્રભુએ આ જગનું સર્જન કર્યું
માનવને ધરા પર રહેવાને આપ્યું
કુદરતની આ કેવી કરામત
વાસંતી વાયરે ઉગે પ્રભાતે
ફાગણ ફોરમ તો આવે
આંબા ડાળે મોર આવે
કેસુડાના કેસરી ફુલ આવે
મસ્ત મજાની કુંપળ આવે
નાની મોટી કળીઓ આવે
રંગબેરંગી ફુલડાં ખીલે
ચાંપો ચમેલી ફુલની અનેક જાત
ખુશ્બુ રંગ આકારમાં અનોખી ભાત
બાગ બગીચા મહેકી ઉઠે
વનરાયુ પણ ખીલી ઉઠે
ભમરાને રંગીન પતંગિયા ઉડે
ચોતરફ વસુંધરા હરીયાળી લાગે
કુદરતની આ કરામત કહેવાય
માત્ર પૃથ્વી પર જીવન જીવાય
વસંતમાં આ અનોખો સંગમ સર્જાય
વિણા વરદાયીની માં સરસ્વતીનું પૂજન કરાય
માનવ કરે અહીંયા હર્ષોલ્લાસ
ઈશ્વરનો માનીએ ખુબ ઉપકાર
