ગુરુને વંદન
ગુરુને વંદન
1 min
407
બ્રહ્મા વિષ્ણુ મહેશ જેમાં દેખાય
તે માનવ શક્તિ સ્વરૂપે પૂજાય,
તે પ્રથમ ગુરુ માતા-પિતા મને જીવન
આપી જીવતા શિખવ્યું તેના ચરણ પખાળું,
ગુરુ વિના જ્ઞાન નથી એ જાણી
જગતમાં ગુરુ શરણ ગોતવું ભારી,
શિખવા મળે છે જે કોઈ પાસેથી
કંઈ પણ નવું નાના હોય કે મોટા માનું ગુરુ,
આધ્યાત્મિક જ્ઞાનથી અંધકાર દૂર કરે
ક્ષમા, સેવા, મોક્ષનો રાહ દેખાડે છે આદર્શ ગુરુ,
સહસ્ત્ર શાસ્ત્રોની સમજ સદગુરૂ ચરણ
કૃષ્ણવંદે જગતગુરુ ગુણ ગાય ગુરૂને વંદન કરું.
