પિયુ ઝરૂખો
પિયુ ઝરૂખો
1 min
48
કવિ હૃદય અકલ્પ્ય એવા વિચારો આવે કલમ ઉઠાવે,
થોડા થોડા શબ્દો વિચારે, તેમા લાગણીની શાહી ભરે,
કવિની કલ્પનાને વિસ્તૃત કરે,મન થાય તો વિશાળ હ્દયમા, ઝરૂખા વાળો રાજ મહેલ બનાવે,
અને પ્રેમથી પીયુને બેસવા બોલાવે, શર્મીલી નયને નઝરૂ જુકાવી પીયુ નીરખે,
મન થાય તો પીયુને કળાયેલ મોર બનાવે, ઝરૂખે ઢેલ સંગ મોતી ચણવા બોલાવે,
દલડું તો પીયુનું દરિયા જેવડું,પણ આંખની પાપણનું શું ? પાપણ ઉપર પણ ઝરૂખો બનાવે,
ને પછી આંસુનાં ટીપાં ગણાવે,
પિયુ તલપાપડ થાય ઘણોક ! આમ તેમ ગમે ત્યાં ઘુસવા માટે,પછી ઝરૂખે બેસાડીને,
આંખ ના પલકારા મારે ને,
પાપણના વાળ ગણાવે,
પછી પીયુ અકળાય એવો મનમાં મુંજાય ઘણો પસ્તાય ઘણો કેય કોને ?
