STORYMIRROR

JYOTI BADHEKA

Others

3  

JYOTI BADHEKA

Others

હૃદય

હૃદય

1 min
135

કવિ હૃદય અકલ્પ્ય એવા !

વિચારો આવે કલમ ઉઠાવે,


થોડા થોડા શબ્દો વિચારે,

તેમા લાગણીની શાહી ભરે,


કવિની કલ્પનાને વિસ્તૃત કરે,

મન થાય તો વિશાળ હૃદયમાં,


ઝરૂખાવાળો રાજ મહેલ બનાવે,

અને પ્રેમથી પીયુને બેસવા બોલાવે,


શર્મીલી નયને નઝરૂ જુકાવી પીયુ નીરખે,

મન થાય તો પીયુને કળાયેલ મોર બનાવે,

ઝરૂખે ઢેલ સંગ મોતી ચણવા બોલાવે,


દલડું તો પીયુનું દરિયા જેવડું,

પણ આંખની પાંપણ નું શું ?


પાંપણ ઉપર પણ ઝરૂખો બનાવે,

ને પછી આંસુનાં ટીપાં ગણાવે,


પીયુ તલપાપડ થાય ઘણોક !

આમ તેમ ગમે ત્યાં ઘુસવા માટે,


પછી ઝરૂખે બેસાડીને,

આંખના પલકારા મારે ને,


પાંપણનાં વાળ ગણાવે,

પછી પીયુ અકળાય એવો,


મનમાં મુંજાય ઘણો

પસ્તાય ઘણો કેય કોને ?


સામગ્રીને રેટ આપો
લોગિન