STORYMIRROR

Ranjitbhai Boricha

Inspirational

3  

Ranjitbhai Boricha

Inspirational

અમાનત

અમાનત

1 min
211

આવડત એ તો સૌ કોઈની અમાનત છે,

કુદરતે બક્ષેલી એક અનોખી કરામત છે,


ભલેને જોડે બીજા એને ભાગ્યની સાથે,

ખરેખર તો એક સાધનારૂપી કરામત છે,


કલા તો વિકસે અંદરથી જ એની જાતે,

છીનવી નહિ શકે કોઈ એવી કરામત છે,


વિઘ્નો અનેકો ભલેને આડો રસ્તો કાપે,

કસોટીમાં ચમકે એ કંચનની કરામત છે,


આપનારો સહુને એક સરખું જ આપે,

પામે કેટલું લેનારો એ ખરી કરામત છે,


માનવી ભલેને પોતાની પટ્ટીથી જ માપે,

કર્મનું ફળ દરેક પામે એ ખરી કરામત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational