કરામત
કરામત
હે પ્રભુ, તું કરી દે ને એવી કરામત,
કે હું જલદી જલદી મોટો થઈ જાઉ,
હે પ્રભુ, તું કરી દે ને એવી કરામત,
જગમાંથી અમીર ગરીબના ભેદ મિટાવી દઉં,
હે પ્રભુ, તું કરી દે ને એવી કરામત,
મઝહબના નામે થતા તોફાન શમાવી દઉં,
હે પ્રભુ, તું કરી દે ને એવી કરામત,
ભ્રષ્ટાચારના ભરડામાંથી સૌને છોડાવી દઉં,
હે પ્રભુ, તું કરી દે ને એવી કરામત,
વિશ્વ ફલક પર શાંતિનો સંદેશો ફેલાવી દઉં.
