એકલાને કોણ પૂછે છે
એકલાને કોણ પૂછે છે
એકલાને કોણ પૂછે છે ?
મતલબની આ દુનિયામાં
કયાં કોઈ કોઈને પૂછે છે ?
બનો ચુંબકીય આ જગતમાં,
એકલાને કોણ પૂછે છે ?
જેમ રૂપિયા અને હોય પ્રતિષ્ઠા
તો દુનિયામાં છો ચુંબકીય,
બાકી નાના માણસને પણ,
આ દુનિયામાં કોણ જાણે છે,
એકલાને કોણ પૂછે છે ?
ભણતર એજ સાચું છે ગણતર,
કોણ અભણને જાણે છે,
ભણાવો દીકરા અને દીકરીઓને,
પોતાનું કુળ તારશે જીવન સુધારશે,
સંબંધ નિભાવી કુળ ઉજાળશે
બની ચુંબકીય આ જગતમાં
નહિંતર એકલાને કોણ પૂછે છે.
