STORYMIRROR

Rajeshri Thumar

Inspirational

3  

Rajeshri Thumar

Inspirational

'સ્નેહથી ખીલવેલું ફૂલ' નેન્સી

'સ્નેહથી ખીલવેલું ફૂલ' નેન્સી

1 min
126

થયું તુજ આગમન, બન્યું જીવન ધન્ય,

સ્નેહની સરવાણી તું, બની કાળજા કેરો કટકો,


તારા રૂમઝૂમ પગલીના રણકારથી થતી સવાર,

થતી પૂનમ કેરી રાત જો સુવે તું,

છે લક્ષ્મી અવતાર તું, છે રૂપમહી પરી તું,

છે સરસ્વતી વાસ તુજમાં, છે પ્યારનું અક્ષયપાત્ર તું,


શક્તિ તણો ખજાનો તું, છે તુજ ઉંચેરી ઉડાન,

ધ્યેય, ધગશ ને આવડત જેવા તુજ હથિયાર,

આંબી શકે અંબર એવી તુજ લગન,


હોય સ્કૂલ, ક્લાસ કે મેદાન,

જીત્યું ન આજ દિ' કોઈ તુજથી,

તેથી જ તો છે શિર ઊંચું ગર્વથી ને રહેશે,


છે તું પાપા કેરી લાડલી પણ મારી તો જાન,

બની સુખ - દુઃખ મા તું મોરી સખી,

રચી જયારે માઁ - દીકરી પ્રભુએ તો,

નહીં આવે કદી ઓટ આ અજોડ પ્રેમમાં,


બની ભમરો આવશે કોઈ રાજકુમાર તો,

રાખી પથ્થર કાળજા મહી દઈ દેશુ,

આ સ્નેહથી ખીલવેલું ફૂલ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational