છેતરાઈ જઇએ જરા..!
છેતરાઈ જઇએ જરા..!
હા, ચાલો ત્યારે જરા હસી લઈએ, એવું હસીને દુઃખ દબાવી લઈએ જરા.
મૂંઝારો તો અમથોય સાથે જ છે ને? મોકળા મનને ય હવે તસ્દી દઈએ જરા.
કાલે ય હતું ને એ તો હવે આજે ય છે, દુઃખડું ગયું જ ક્યાં છે કે પોરો ખાઈએ જરા!
જગ છોડવાનું તો મારે ય છે ને તારે ય પણ, જીવવાની જીદ હવે તો કરી લઈએ જરા!
બનાવેલા જ બનાવી જાય છે આજે, બારાખડી ય ફરી ઘુંટાવી જાય છે હાથે;
ઈશ્વરને ય છોડતા નથી છેતરવાની કળામાં, શું વિસાત છે?..., છેતરાઈ જઈએ જરા!
#Shail @શૈલેષ પ્રજાપતિ
