STORYMIRROR

Jagruti Pandya

Children

3  

Jagruti Pandya

Children

ગીતો ગાઉં મજાનાં

ગીતો ગાઉં મજાનાં

1 min
119

મારી વેણુને,

મારી દીકરીને હાલરડાં ગાવું,

મારા હૈયાના હિંડોળે હિંચાવું,

મારા હૈયાના હિંડોળે હિંચાવું.

એને પ્રેમથી હાલરડાં ગાવું,

મારા અંતરના હીંચકે ઝૂલાવું.

હાલા હાલા હા,,,, લ વેણુને !


મારી લાડોને,

આજ નીંદરું ન આવે,

આખો દિ, વાત્યું કરાવું,

મારા હૈયાના હિંડોળે ઝૂલાવું.

હાલા હાલા હા,,,, લ વેણુને !


વેણુ મારી ખૂબ વાતોડી,

હસે એ તો પ્યારું પ્યારું,

આંખો એની વાતો કરતી,

વાતો વાતોમાં સુવડાવું,

મારા અંતરના હીંચકે હીંચાવું.

હાલા હાલા હા,,,, લ વેણુને !


મારી લાડલીને, પ્રેમથી પોઢાડું,

લાલી મારી લટકાળી,

ગુલાબી છે ગાલ,

મસ્ત ગુલાબી ફ્રોક પહેરાવું,

પગમાં છમકે ઝાંઝર,

વાંકડિયા એનાં વાળ ઝૂલે,

અણીયાળી આંખો પર,

એના રૂપ પર, એના લાડ પર,

વારી વારી જાઉં, 

મારા હૈયાના હિંડોળે હીંચાવું,

હાલા હાલા હા,,,, લ વેણુને !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children