Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagruti Pandya

Children Stories

4.0  

Jagruti Pandya

Children Stories

પવનનો ભાંગ્યો પગ

પવનનો ભાંગ્યો પગ

3 mins
196


લીલો ઊડે ને બીજો પીળો ઊડે,

મારો ભૂરો પતંગ ઊંચે આભમાં ઊડે.

આભમાં ઊડે ને પછી નૃત્ય કરે,

મારો ભૂરો પતંગ દૂર ગગને ફરે.

પૃથ્વી અને પવન બંને જોડિયા ભાઈઓ.

' લીલો ઊડે ને બીજો પીળો ઊડે' 

 ગીત ગાયા કરે અને આકાશમાં પતંગો જોયા કરે. ઉત્તરાયણના દિવસે  તેમનાં મિત્રો હિમાંશુ, મેહુલ, હિરેન, શિવરાજ અને સિદ્ધાંત સાથે  ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવા આવી ગયા હતા. સવારનાં પતંગો ચગાવવાનો અને લૂંટવાનો આનંદ માણતા હતાં. એકદમ જ ભાર દોરી સાથે મોટી પતંગ કપાઈને આવી.

 પૃથ્વીએ મોટેથી બૂમ પાડી, ' લૂંટ લૂંટ લૂંટ !' 

 આ સાંભળી પવન કપાયેલો પતંગ પકડવા દોડ્યો. પવનની નજર ઊંચે આકાશમાં પતંગ તરફ અને અચાનક જ એક એક્ટિવાની અડફેટે આવી ગયો અને ધબાક કરતો નીચે પટકાયો. માથામાં ધૂળ અને હાથ પગ છોલાઈ ગયા હતા. પવનથી ઊભા ન થવાયું અને  જોર જોરથી રડવા લાગ્યો. તેનાં મિત્રોએ તેને પકડીને એક ઝાડનાં છાંયે બેસાડ્યો. પૃથ્વી ઘરે જઈને મમ્મી પપ્પાને બોલાવી લાવ્યો. એનાં મમ્મી પપ્પા આવે તે પહેલાં જ નજીક રહેતા નટુકાકા આવી ગયા. પવન પાસે બેઠાં. કેવી રીતે બન્યું તે જાણ્યું. એટલામાં જ પવનના મમ્મી પપ્પા પણ આવી ગયાં. પવનને થોડો સમય થયો હશે ત્યાં પગે સોજો આવી ગયો. આજે તો દવાખાના પણ બંધ હોય! નટુકાકાએ કહ્યું તે મુજબ પવનની મમ્મી હળદર મીઠાનો લેપ બનાવવાં ગયાં. બધાં શાંતિથી બેઠાં હતાં ત્યાં જ એક પક્ષી બધાની વચ્ચે પટકાયું. તરફડિયાં મારતું હતું. પક્ષી ઘાયલ થઈ ગયું હતું. જોયું તો તેની પાંખ પતંગની દોરી વડે કપાઈ ગઈ હતી જેથી તે ઊડી શકતું ન હતું. પવન પણ તેનું દુઃખ ભૂલી ગયો. જે ઉત્તરાયણ સૌને ગમતી હતી તે હવે બાળકોને નિરસ લાગી. 

પવન અને પક્ષી બંનેની આવી હાલત જોઈ શિવરાજ બોલ્યો, ' આ ઉત્તરાયણનો તહેવાર કોણે બનાવ્યો હશે ? ' 

નટુકાકા આ વાત સાંભળી હસી પડ્યા. નટુકાકા કહે, ' બાળકો આ ઉત્તરાયણનો તહેવાર એ ફક્ત પતંગો ચગાવવા માટે નહીં એની સાથે સાથે તેનું આઘ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ પણ એટલું જ છે.' અને નટુકાકા બાળકોને ઉત્તરાયણ વિષે કહેવા લાગ્યાં. 

નટુકાકા કહે,  " બાળકોને અતિ પ્રિય તહેવાર ઉત્તરાયણ છે. ઉત્તરાયણ એક માત્ર એવો તહેવાર છે જે અંગ્રેજી કેલેન્ડર મુજબ ઉજવાય છે. ઉત્તરાયણ દર વર્ષે 14 જાન્યુઆરી ના દિવસે ઉજવાય છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે  માટે તેને મકરસક્રાંતિ પણ કહે છે. 

એક ધાર્મિક તહેવાર તરીકે આ દિવસે લોકો પુણ્યદાન કરે છે. ઘણા લોકો ગાયોને ઘાસ ખવડાવે છે. આ દિવસે લોકો ગરીબોને દાન આપે છે અને બ્રાહ્મણોને દક્ષિણા આપે છે. આ દિવસે લોકો કૂતરાને લાડુ અને ખિચડી જમાડે છે. 

ઉત્તરાયણને પતંગનું પર્વ પણ કહેવાય છે. આ દિવસે નાના મોટા બધા સવારથી પતંગ લઈને અગાસી પર ચડી જાય છે. ઉત્તરાયણના આગળના દિવસે કોઈ સાથે યુદ્ધ કરવાનું હોય તેમ બધા પતંગ અને દોરાની તૈયારીઓ કરે છે.

ઉત્તરાયણના દિવસે આખુય આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે અને લોકો સવારથી સાઉન્ડ સિસ્ટમ લઈ ધાબે ચડી જાય છે અને મોટા અવાજે ગીતો વગાડે છે. ઉત્તરાયણના દિવસે તમને લપેટ લપેટ અને કાઈપો છેની બૂમો સંભળાય છે. ઉત્તરાયણ એ નાના મોટા દરેક માટે આનંદનો તહેવાર છે.

આ દિવસોમાં અગાસી ઉપર રહેવાથી શરીરને સૂર્યપ્રકાશ મળે છે. જે શરીરમાંથી વિટામિન ડી ઓછું થવા દેતું નથી. પતંગો ચગાવવાથી હાથને એક અલગ પ્રકારની કસરતો મળે છે. તલ અને ગોળ ખાવાથી શરીરને ગરમી અને શક્તિ મળે છે. "

 પવન, પૃથ્વી અને તેનાં મિત્રો નટુકાકાની વાત સાંભળી ખુશ ખુશ થઈ ગયાં. બધાં જ બાળકો એકીસાથે બોલી ઊઠ્યા કે," અમને તો ફક્ત પતંગ ચગાવવાની જ ખબર હતી. ઉત્તરાયણનું આટલું બધું સુંદર મહત્વ ક્યાં અમને ખબર હતી ? " પૃથ્વી કહે,  ' દાદા અમે દર વર્ષે ખૂબ જ સાચી રીતે ઉત્તરાયણ ઉજવીશું. તમે કહ્યું તેમ જ. અને હા, હું અને મારા બધાં જ ફ્રેન્ડ્સ આકાશમાં ઊડતા પક્ષીઓની કાળજી રાખીશું." એટલીવારમાં જ  ઘાયલ પંખીની સારવાર માટે પવનના પપ્પાએ કૉલ કર્યો હતો તે ડોક્ટર પણ આવી ગયાં. હવે પવનને હળદર મીઠાનો લેપ કરવાથી થોડી રાહત જણાઈ. બધાં જ બાળકો ખુશ હતાં. આજે ભલે બહુ પતંગો ના ચગાવાઈ પરંતું ઉત્તરાયણનું મહત્વ સમજાયું જેથી સૌના ચહેરા પર ખુશી હતી.


Rate this content
Log in