STORYMIRROR

KANAKSINH THAKOR

Children

4  

KANAKSINH THAKOR

Children

સિંહની જાન હાલી

સિંહની જાન હાલી

1 min
353

સિંહ રાજાની જાન હાલી

જંગલ થયું સાવ ખાલી

       પશુપંખીઓ હાલ્યા જાનમાં

       સિંહ રાજા ચાલતાં તાનમાં


વાઘભાઈ વગાડે બેન્ડવાજા

સિંહ બન્યા આજે વરરાજા

       કોયલ ને કૂતરો ગીત ગાતા

        કીડીબેન ઓવારણાં લેતા


સૌ પશુઓ નાચતાં ને કૂદતાં

સિંહના લગ્નની મોજ લૂંટતા

        શિયાળ શરણાઈ વગાડતો

        હાથીભાઈ માયા લગાડતો


સસલાએ તો ગાડી શણગારી

ચકલીબેને લગ્નની કરી તૈયારી

       સુગરીબેને શેરવાની પહેરાવી

       મગરભાઈએ મોજડી મંગાવી


ઘોડાભાઇ ચલાવતા ગાડી

સિંહ તો લેવા હાલ્યા લાડી

       ફ્લેમિંગોએ લાલ બાંધ્યો ફેંટો

       સિંહ રાજાને મળી બહુ ભેટો


બાજભાઇ તો બોમ્બ ફોડતા

ગધેડભાઈ આમતેમ દોડતા

        ગેંડાભાઈ તો વહેંચતા ગોળ

        હરણાં ને મોર ચાલતા મોર


રંગેચંગે સિંહ પરણી આવ્યાં

રૂપાળી સિંહણ રાણી લાવ્યાં

      સૌ ચાલ્યાં શાતિથી પોતાના ઘેર

      સંપથી રહીશુ નથી હવે વેરઝેર    


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children