STORYMIRROR

Vibhakar Pandya

Inspirational Children

4  

Vibhakar Pandya

Inspirational Children

દીકરી

દીકરી

1 min
186

દીકરી પિતાનું હૈયું, હિંમત છે, વ્હાલ છે,

માતાની લાગણીનો ઊડતો ગુલાલ છે.


ઈશ્વર હસે ને સાથે કુદરત ખીલી ઊઠે,

અસ્તિત્વની કલમનો એવો ખયાલ છે.


નિઃસ્વાર્થ વ્હેતુ ઝરણું ને કૂદતી નદી,

પળમાં કમાલ છે એ પળમાં ધમાલ છે.


અથડાઈ જ્યાં ઉદાસી ભાંગી પડે તરત,

ઘર આંગણાની એવી મજબૂત ઢાલ છે.


દીવો બનીને જગને અજવાળતી રહે,

કિન્તુ જો કોઈ છેડે જલતી મશાલ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational