વેલકમ 2021
વેલકમ 2021


રાતના અંધારને બાળી ઊગે નવલું વરસ,
સર્વ આશાઓને અજવાળી ઊગે નવલું વરસ,
ભય ટળે ને તેનું કારણ પણ ટળે જલ્દી હવે,
લોકના સંતાપને ટાળી ઊગે નવલું વરસ,
દર્દને ફેકે ઉખાડી સાથ સૌ જડમૂળથી,
પ્રેમના વટવૃક્ષની ડાળી ઊગે નવલું વરસ,
જેટલી ભૂલો થઈ તેમાંથી શીખીને વિભૂ,
જાતમાં વિશ્વાસ સંભાળી ઊગે નવલું વરસ.