STORYMIRROR

Vibhakar Pandya

Tragedy Inspirational

4  

Vibhakar Pandya

Tragedy Inspirational

સરવૈયું વીસનું

સરવૈયું વીસનું

1 min
340

આખરે પુરૂ થયું આ વર્ષ કપરૂ વીસનું,

આંગણે આવી ઉભું છે આશ લઇ એકવીસનું.


કોકનાં માટે ગયું છે લાભકારક આ વરસ,

કોકના માટે ગયું છે દર્દનું ને ચીસનું.


લાખ લોકોએ બનાવ્યા છે નવા ઘર હર્ષથી,

તો કરોડોએ ગુમાવ્યું ઘર નજીવી લિઝનું.


ક્યાંક ભૂખ્યા પેટે માટે બે જણા મથતાં રહ્યા,

ક્યાંક બે જણને થયું દુઃખ બંધ રહી ટોકીઝનું.


પાઠ જીવનના મફતમાં ઘેર રહી શીખી ગયા,

જે નબીરાઓને વળગણ બહુ હતું કેમ્બ્રિજનું.


સાથમાં આવી લડ્યા માનવ આ કપરા કાળમાં,

હો મિલન જાણે જગતમાં મંત્ર ને તાવીજનું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy