STORYMIRROR

વીણા કુલદીપસિંહ ડોડીયા રાહી

Others

3  

વીણા કુલદીપસિંહ ડોડીયા રાહી

Others

બેઠી ઝરૂખે

બેઠી ઝરૂખે

1 min
243

વાટ નીરખતી ઊભી દ્વારે,

ક્યારે મોહન આવે તું ?

મનની માણીગર કાન્હા,

માખણચોર, સોહમ તું,


બેઠી છું ઘરનાં ઝરૂખે,

તને દૂરથી નીરખવા,

તારે તો ક્યાં માયા છે ?

ઘર-બાર મારે સંભાળવા,

 

મૃગજળ સમો ભાસે તું,

ન આવે કદી હાથમાં,

આવી જાય જો તું વા'લા,

તો ભરી લઉં તને બાથમાં.


Rate this content
Log in