કાજળઘેરી અમાસ
કાજળઘેરી અમાસ
કાજળઘેરી અમાસની આ રાત,
શીખવી જાય મને એક વાત,
સદાકાળ દુઃખ નહીં રહે તારા જીવનમાં,
ક્યારેય તો ઊગશે સોનેરી પ્રભાત,
આલમ એવો ઊભો થયો છે કે,
ક્યારેક છેતરી દઉં છું મારી જાત,
બને લાગણીઓ દરિયાના મોજાં જેવી,
ક્યારેક તે પડી જાય એકદમ શાંત,
અનંત ઈચ્છાઓ મારા દિલમાં સમાણી,
થોડીક પૂરી કરે તું એટલી છે દરખાસ્ત,
અંધારી રાતમાં તારલિયા જોયાં !
પાડી કેવી અદભૂત ભગવાને ભાત,
મેળો નથી જોઈતો મારે આસપાસ,
બસ હું ઝંખું એક તારો સાથ.
