STORYMIRROR

વીણા કુલદીપસિંહ ડોડીયા રાહી

Others

3  

વીણા કુલદીપસિંહ ડોડીયા રાહી

Others

અવર્ણનીય ઈશ્વર

અવર્ણનીય ઈશ્વર

1 min
184

અવિનાશી તારું વર્ણન કરતાં,

અવર્ણનીય આનંદ અનુભવું છું,

કાબુમાં કરેલી લાગણીઓને,

તુજ સમક્ષ વહેતી મૂકું છું.


રોશન છે તુજથી મારું આ જીવન,

તને અર્પણ કરું છું આ મન,

અણમોલ છે, પ્રભુ તારું નામ

કેમ કર વિનવું તને ?

તું કહી દેને શ્યામ !


આંખો અણિયાળી તારી,

વાંકડિયા કેશ છે,પીતાંબરધારી,

તારા ખભે મૂક્યો ખેસ છે.


મુકુટ પર  તારા મોરપીંછ શોભતું,

શામળા શા દેહ પર અંગરખું ઓપતું,

તારું વર્ણન હું કેમ કરું કાળિયા,

તે મુજને મોહબાણ મારિયા.


માણીગર  મારો કાન,

તું વંદનીય છે.

શબ્દોમાં ન વર્ણવું તને

તું અવર્ણનીય છે.


Rate this content
Log in