Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational Children

4.4  

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational Children

દાદાજી

દાદાજી

1 min
220


વટવૃક્ષ સમાન તમારું વ્યક્તિત્વ હતું, દાદાજી,

તમે હતાં તો છાંયડાનું અસ્તિત્વ હતું, દાદાજી !


તમારી એ લાકડી હતી જાણે લકીર ખુમારીની,

ચાલમાં તમારી એક મઝાનું સત્વ હતું, દાદાજી !


યાદ છે હજુય એ ક્ષણો વિતાવેલી આપ સંગે,

જીવનમાં આનંદ પ્રમોદનું તત્વ હતું, દાદાજી !


શું કહું કે મારાં તો શબ્દકોશ ખૂટી ગયાં છે હવે,

કહી ના શકું એટલું તમારું મમત્વ હતું, દાદાજી !


પરિવાર છે હવે અધૂરો ને મકાન છે છત વિનાનું,

જાણું છું કે કેટલું તમારું મહત્વ હતું, દાદાજી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational