સુગરીબેને બનાવ્યો માળો
સુગરીબેને બનાવ્યો માળો
સુગરી બોલી સૌ પક્ષીઓમાં મારો માળો છે સારો
સુગરીબેને બનાવ્યો માળો,
મારી પાસે એવી કારીગરી કે કોઈ ના શકે જાણી ?
મારી ગૂંથણની કારીગરીને આખા જગતે વખાણી
ઘાસને દાભડાથી હું માળો બનાવું છું સુંદર ન્યારો
સુગરીબેને બનાવ્યો માળો,
ટીટોડી, મોર અને તેતરનાં માળામાં હોય છે કાંકરા
મારા માળા માટે મેંતો ટાઢ તાપ સહન કર્યા આકરા
ઓલી કાગડીનો તો માળો કેવો છે સાવ કાંટાળો ?
સુગરીબેને બનાવ્યો માળો,
દરજીડો દરજી બનીને પાંદડામાંથી માળો બનાવતો
સમડીને ગીધ પોતાના માળાને ગાભાથી સજાવતો
ઓલા કાબર, કબૂતરા તો સાંઠીકડાનો કરે છે ભારો
સુગરીબેને બનાવ્યો માળો,
પોપટને લકકડખોદનાં માળામાં હોય સૂકાં લાકડા
હોલાને બૂલબૂલનાં માળામાં તો કાંટાને સાંઠીકડા
ઓલી ચકલી માળો બનાવા લે રૂને ઘાસનો સહારો
સુગરીબેને બનાવ્યો માળો.
