STORYMIRROR

Jagruti Pandya

Children

4  

Jagruti Pandya

Children

બાળકો જાણીને રાજી રાજી થાય

બાળકો જાણીને રાજી રાજી થાય

1 min
189

ધમ ધમ કરતાં હાથીભાઈ આવે,

પાછળ પાછળ મદનિયું આવે. 

હાથીના બચ્ચાને મદનિયું કહેવાય,

બાળકો જાણી સૌ રાજી રાજી થાય.


તબડક તબડક ઘોડાભાઈ આવે,

પાછળ પાછળ વછેરું આવે,

ઘોડાનાં બચ્ચાને વછેરું કહેવાય,

બાળકો જાણી સૌ રાજી રાજી થાય.


બેં બેં કરતી બકરીબેન આવી,

પાછળ પાછળ લાવરું આવે,

બકરીના બચ્ચાને લાવરું કહેવાય,

બાળકો જાણીને રાજી રાજી થાય.


મ્યાઉં મ્યાઉં કરતી બિલ્લી આવી,

પાછળ પાછળ મીંદડું આવે,

બિલાડીના બચ્ચાને મીંદડું કહેવાય,

બાળકો જાણીને રાજી રાજી થાય.


ભોઉં ભોઉ કરતાં કૂતરાભાઈ આવે,

પાછળ પાછળ ગલૂડિયું આવે,

કૂતરાના બચ્ચાને ગલૂડિયું કહેવાય,

બાળકો જાણીને રાજી રાજી થાય.


ફુર ફૂર કરતાં ઊંટભાઈ આવે,

પાછળ પાછળ બોતડું આવે,

ઊંટના બચ્ચાને બોતડું કહેવાય,

બાળકો જાણીને રાજી રાજી થાય.


Rate this content
Log in

Similar gujarati poem from Children