STORYMIRROR

KAJAL Shah

Abstract

4  

KAJAL Shah

Abstract

હા, હું મને ગમું છું

હા, હું મને ગમું છું

1 min
359

નથી હું ફૂલ કે નથી હું ફૂલવારી,

પણ, પરિવારમાં પ્રેમસુગંધ વીખેરું છું,

હા, હું મને બહું ગમું છું.


નથી હું ચંદ્ર કે નથી હું ચાંદની,

પણ, મન નિર્મળ લઈને ફરું છું,

હા, હું મને બહું ગમું છું.


નથી હું નદી કે નથી હું ઝરણું,

પણ, શીતળતાનો ધોધ બની વહું છું,

હા, હું મને બહું ગમું છું.


નથી હું ગુરુ કે નથી હું ગુરુવાણી,

પણ, સદગુણો મૂળથી સિંચુ છું,

હા, હું મને બહું ગમું છું.


નથી હું ધરતી કે નથી હું સુરજ,

પણ,નિ:સ્વાર્થ પણાની પૂરક બની છું,

હા, હું મને બહું ગમું છું.


નથી હું સમય કે નથી હું ઘડી,

પણ, દાયિત્વમાં ના થોભું છું,

હા, હું મને બહું ગમું છું.


નથી હું મેઘ કે નથી હું ઝાકળ,

પણ, લાગણીઓ બની વરસુ છું,

હા, હું મને બહું ગમું છું.


નજર દુનિયાની શું મને આંકે,

ઈશ્વરનો અમાપ ખજાનો છું,

હા, હું મને બહું ગમું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract