STORYMIRROR

Chirag Sharma

Abstract Inspirational

4  

Chirag Sharma

Abstract Inspirational

મિત્રો વ્યસ્ત થઈ ગયા

મિત્રો વ્યસ્ત થઈ ગયા

1 min
364

શાળામાં સાથે ભણતાં મિત્રો બધાં હવે દૂર થઈ ગયાં,

થયાં મોટાને જીવનની ભાગ દોડમાં કેવા વ્યસ્ત થઈ ગયાં,


પરિવારને નોકરી-ધંધામાં જુઓ કેવા મસ્ત થઈ ગયાં,

કાયમ મળનાર શાળા મિત્રો જુઓ કેવા વ્યસ્ત થઈ ગયાં,


રોજીંદા કામકાજમાં જુઓ કેવા હવે પરોવાઈ ગયાં,

કુટુંબને સામાજીક જવાબદારીઓમાં હવે વ્યસ્ત થઈ ગયાં,


મિત્રો સાથે રૂબરૂ મળતાં હતાં જે હવે બંધ થઈ ગયાં,

ફોન- વોટ્સઅપ ગૃપોમાં જરૂરી રીપ્લાય જ કરતાં થઈ ગયાં,


રોજેરોજ મળતાં શાળામિત્રો જુઓ કેવા દૂર થઈ ગયાં,

જુઓ બધાં મિત્રો પોતપોતાનાં જીવનમાં કેવા વ્યસ્ત ગયાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract